ડીસા નગર પાલીકા
ડીસા નગર ની આછેરી ઝલક
ડીસા બનાસકાંઠા જીલ્લાનુ એક મહત્વનુ શહેર અને તાલુકાનુ વડુ મથક છે. ડીસા બનાસકાંઠા જિલ્લાનુ બીજા નબરનુ નગર છે તેની વસ્તી સને ૧૯૮૧ મા ૧૪૭૩૦ વ્યકિતઓ સને. ૧૯૯૧ મા ૬૨૪૩૫ વ્યકિતઓ જે ૨૦૦૧ મા ૮૩૩૮૨ વ્યકિતઓની વસ્તી હતી જે સને ૨૦૧૧ મા કુલ ,૧૧,૧૪૯ વસ્તી થયેલ છે. સદર વસ્તી વધારો નગરમા વધતી જતી આર્થિક પ્રવ્રુતિઓ, ઉચ્ચ વિકાસ દરને આભારી છે. છેલ્લા ચાર દયકાથી વસ્તી વધારાનો દર વધતો રહેલ છે. એકન્દરે વધતી વસ્તી માટે પાયાની સવલતો અને વિકાસની તકો ઉપલબ્ધ કરવા નગરનુ આયોજન વિવિધ પાસાઓ લક્ષમા રાખી કરવુ જરૂરી છે.
શ્રેષ્‍ઠ -ગવર્નર્સની કામગીરી માટે સન્‍માનિત થયેલું ગુજરાત રાજ્ય -ગર્વનન્‍સ ક્ષેત્રે અસરકારક નીતિઓ અને યોજના થકી દેશના પ્રથમ હરોળના રાજ્ય તરીકે ઉભરી આવ્‍યું છે.
-ગવર્નર્સ
ઓન લાઈન ટેક્ષ પેમેન્ટ
ઓન લાઈન કમ્પલેન રજીસ્ટ્રેશન
ડીસા શહેર પાલનપુરથી ૨૮ કી.મી. દ્દુર પશ્ર્ચિમમા આવેલુ બનાસકાંઠા જિલ્લાના શહેરોમાનુ એક મોટુ શહેર છે. ડીસા તાલુકાનુ વડુ મથક છે બનાસકાઠા અને કચ્છ ને જોડતા રોડ અને રેલ્વે લાઇન પર આવેલુ છે ડીસા શહેર ૨૦-૧૪અક્ષાશ અને ૭૨-૦૪પૂર્વ રેખાશ પર આવેલુ છે જેની ઉચાઇ દરિયાની સપાટીથી ૧૩૬ મીટરની છે. ડીસા બનાસકાંઠા જીલ્લામા મધ્યમા આવેલુ છે અને બનાસ નદી પર વસેલુ છે ડીસા અમદાવાદથી ૧૭૦.૦૦ કી.મી દુર તથા ગુજરાતના મુખ્ય મથક ગાધીનગર થી ૧૫૫.૦૦ કી.મી. દુર અવેલુ છે. ડીસા શહેર પાલનપુર થી ૨૮.૦૦ કી.મી દુર ધાનેરા થી ૩૦.૦૦ કી.મી દુર થરાદ થી ૬૦.૦૦ કી.મી દુર ભીલડી થી ૨૮.૦૦ કી.મી દુર પાટણ થી ૫૦.૦૦ કી.મી દુર ડીસા નગર માથી રાષ્ટ્રીયધોરી માર્ગ .,૫૪ અને ૧૨૯ પસાર થાય છે. જયાઅરે રષ્ટ્રીય ધોરીમાર્ગ ૧૪ ડીસા પાલનપુર આબુથી જોડે છે ડીસાથી અમદાવાદ આંતરરાષ્ટ્રીય હવાઇમથક આશરે ૧૭૦.૦૦ કી.મી. દુર આવેલ છે જ્યારે ડીસા મા હવાઇ પટ્ટી આવેલી છે.